ગુજરાતમાં 75% વરસાદ છતાં 10 જિલ્લામાં સ્થિતિ ગંભીર
ગુજરાતમાં 75% વરસાદ છતાં 10 જિલ્લામાં સ્થિતિ ગંભીર
Published on: 20th August, 2026

ગુજરાતમાં સરેરાશ 75 ટકા વરસાદ નોંધાયો હોવા છતાં, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં 50 ટકાથી પણ ઓછો વરસાદ પડ્યો છે. દેવભૂમિ દ્વારકામાં માત્ર 6.41% વરસાદ નોંધાયો છે, જે અત્યંત ચિંતાજનક છે. કચ્છ, પોરબંદર, જામનગર, રાજકોટ, સાબરકાંઠા, અરવલ્લી, ગીર સોમનાથ, છોટા ઉદેપુર અને જૂનાગઢ જેવા જિલ્લાઓમાં પણ ઓછો વરસાદ નોંધાયો છે. આ સ્થિતિને કારણે ખેતી ક્ષેત્રે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.