પોલીસ ત્રાસથી હતાશ યુવા ભાજપ પ્રમુખે કર્યો આપઘાત, પરિવારે લગાવ્યા ગંભીર આરોપો
પોલીસ ત્રાસથી હતાશ યુવા ભાજપ પ્રમુખે કર્યો આપઘાત, પરિવારે લગાવ્યા ગંભીર આરોપો
Published on: 13th June, 2026

સાવલી તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ, ૩૪ વર્ષીય પ્રફુલસિંહ સોલંકી, ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો. તેમના પરિવારે પોલીસ અને અન્ય લોકો પર ગંભીર આક્ષેપો કર્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ માનસિક તણાવ અને ડિપ્રેશનમાં હતા. પરિવારના દાવા મુજબ, ડેસર પોલીસ મથકના કેટલાક કર્મચારીઓ દ્વારા સતત માનસિક ત્રાસ અને "તું ભાજપને સપોર્ટ કરતો હતો" જેવા મુદ્દાઓ પર ઝઘડા થતા હતા, જેના કારણે તેઓ દબાણમાં હતા. આ ઘટનાથી સાવલીના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સત્ય સામે આવશે.