રાજ્યમાં ભીષણ ગરમી બાદ પ્રી-મોન્સૂન એક્ટિવિટી
રાજ્યમાં ભીષણ ગરમી બાદ પ્રી-મોન્સૂન એક્ટિવિટી
Published on: 13th June, 2026

રાજ્યમાં અસહ્ય ગરમી બાદ પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. આગામી 6 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 11 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ, 16 થી 19 જૂન દરમિયાન અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, વલસાડ, ડાંગ, નવસારી જેવા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડશે. અમદાવાદમાં તાપમાન 42°Cની આસપાસ રહેશે, જ્યારે 12 જૂને 42.7°C નોંધાયું હતું.