જંબુસર જૈન સંઘનું વાર્ષિક સ્નેહમિલન વડોદરામાં યોજાયું
જંબુસર જૈન સંઘનું વાર્ષિક સ્નેહમિલન વડોદરામાં યોજાયું
Published on: 07th October, 2026

જંબુસર જૈન સંઘ દ્વારા દર વર્ષની પરંપરા નિભાવતા આ વર્ષે પણ વડોદરા ખાતે વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું. જંબુસર તથા વડોદરા સહિત અન્ય સ્થળોએ વસવાટ કરતા જૈન સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનાર, વયસ્ક અને તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન કરાયું. સંઘ પ્રમુખ ડો. રાજેશભાઈ સી. જૈને દેરાસર અને ઉપાશ્રય સાથેના સંબંધ જાળવવા અનુરોધ કર્યો. મનોરંજન અને રાસ-ગરબા સાથે પરસ્પર સ્નેહ-એકતા મજબૂત બની.