અંકલેશ્વર ગટ્ટુ વિદ્યાલયખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
અંકલેશ્વર ગટ્ટુ વિદ્યાલયખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
Published on: 15th June, 2026

પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના નિર્માણના ઉદ્દેશ્ય સાથે અંકલેશ્વર ગટ્ટુ વિદ્યાલય (GSEB વિભાગ) ખાતે અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આચાર્યા સુષ્મા ચૌધરી, ઉપાચાર્યા અંજલી પટેલ તથા શિક્ષકગણની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓએ વૃક્ષોના જતન, સંવર્ધન અને પર્યાવરણની સુરક્ષા માટે પ્રતિજ્ઞા લીધી હતી. વિદ્યાર્થીઓએ લીમડા જેવા ઔષધીય અને પર્યાવરણમિત્ર વૃક્ષોના રોપાઓ તેમજ એલોવેરા જેવા ઉપયોગી છોડનું વાવેતર કરીને પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું.