ભરૂચમાં 9 દિવસીય આંગણ મિલન સેવા ઉત્સવ
ભરૂચમાં 9 દિવસીય આંગણ મિલન સેવા ઉત્સવ
Published on: 07th October, 2026

ભરૂચ જિલ્લામાં આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા 25 સપ્ટેમ્બર થી 3 ઓક્ટોબર 2026 સુધી આંગણ મિલન સેવા એટલે કે આંગણોત્સવ કાર્યક્રમ યોજાયો. રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત, ભરૂચ જિલ્લાની 1374 આંગણવાડીઓમાં બાળકો, માતાઓ અને સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિવિધ પ્રવૃત્તિઓ થઈ. કુલ 44,544 લાભાર્થીઓએ ભાગ લીધો. બાળકો અને કિશોરીઓને પોષણ ચેમ્પિયન તરીકે પુરસ્કૃત કરાયા. આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશા વર્કર બહેનોનું સન્માન થયું. ONGC અંકલેશ્વર દ્વારા 4800 નવા બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરાયું.