વડોદરાના વેમાલીમાં પાણીની ટાંકીના કામમાં રૂ.1.94 કરોડ વધુ ચૂકવવાની દરખાસ્ત
વડોદરાના વેમાલી વિસ્તારમાં પાણીની ટાંકી અને ભૂગર્ભ સંપ બનાવવાના કામ માટે કોર્પોરેશનના રૂ.4.93 કરોડના અંદાજ સામે ઇજારદાર બી.ડી.સોરઠીયા એન્ડ કંપનીએ રૂ.6.87 કરોડનું ભાવપત્રક રજૂ કર્યું છે. આ દરખાસ્ત મંજૂર થાય તો અંદાજ કરતાં રૂ.1.94 કરોડ વધુ ચૂકવવા પડશે. કન્સલ્ટન્ટ રાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર મુજબ, આ ભાવ બજારભાવ કરતાં 2.49% ઓછો છે.
