ચોટીલા હાઈવે પરથી જામનગર ગ્રામ્યમાંથી ચોરાયેલ બે બાઈક સાથે બે ઈસમો પોલીસની ઝપેટમાં
ચોટીલા હાઈવે પરથી જામનગર ગ્રામ્યમાંથી ચોરાયેલ બે બાઈક સાથે બે ઈસમો પોલીસની ઝપેટમાં
Published on: 14th June, 2026

સુરેન્દ્રનગર એલસીબી ટીમે ચોટીલા હાઈવે પર ચાણપા ગામના પાટીયા પાસેથી જામનગર ગ્રામ્યમાંથી ચોરી થયેલ બે બાઈક સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓએ પોતાની પાસેથી બાઈકના કોઈ આધાર પુરાવા રજૂ કર્યા ન હતા. પૂછપરછ દરમિયાન, તેઓએ કબૂલ્યું કે આ બાઈક જામનગરના બેડી મરીન અને મેઘપર પડાણા પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી કરવામાં આવી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.