સુરતના 'OG નવરાત્રિ'માં લઘુમતી સુરક્ષાકર્મીઓ મુદ્દે બજરંગ દળનો હોબાળો
સુરતના 'OG નવરાત્રિ'માં લઘુમતી સુરક્ષાકર્મીઓ મુદ્દે બજરંગ દળનો હોબાળો
Published on: 13th October, 2026

સુરતના સરસાણા ખાતે 'OG નવરાત્રિ' ગરબા મહોત્સવમાં લઘુમતી સમાજના બાઉન્સરો સુરક્ષામાં હોવાની જાણ થતાં બજરંગ દળના કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવી હોબાળો મચાવ્યો હતો. આ ઘટના બાદ અલથાણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ થાળે પાડવા બજરંગ દળના આગેવાનો સાથે બેઠક યોજી હતી. પોલીસે આયોજકોને નવી સિક્યોરિટી એજન્સી રાખવા અને જવાબદારો સામે પગલાં ભરવાની રજૂઆત કરી.