સુરતમાં SBI ATM તોડવાના પ્રયાસ દરમિયાન આગ લાગતાં તસ્કરો ચોરી વગર ફરાર
સુરતમાં SBI ATM તોડવાના પ્રયાસ દરમિયાન આગ લાગતાં તસ્કરો ચોરી વગર ફરાર
Published on: 13th October, 2026

સુરત જિલ્લાના કામરેજમાં SBI ATM તોડવાનો પ્રયાસ કરી રહેલા તસ્કરો આગ લાગતાં ચોરી કર્યા વગર ભાગી છૂટ્યા હતા. કામરેજ-ખોલવડ રોડ પર આવેલા ATM માં મોડી રાત્રે તસ્કરોએ રોકડ લૂંટવા માટે મશીન તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન, મશીનમાંથી નીકળેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ચોરોમાં નાસભાગ મચી ગઈ હતી અને તેઓ ઘટનાસ્થળેથી પલાયન થઈ ગયા હતા.