ભુજ આશાપુરા મંદિરે ગાયો માટે 10 લાખ એકત્ર કરતું 151 કલાકનું નોબત અનુષ્ઠાન
ભુજ સ્થિત આશાપુરા માતાજી મંદિરમાં જાણીતા કલાકાર શૈલેષ જાની દ્વારા 151 કલાકના નોબત વાદનનું અનોખું અનુષ્ઠાન યોજાયું. નવરાત્રી દરમિયાન દરરોજ 15 કલાક ચાલેલા આ સંગીતમય આરાધના દ્વારા દુષ્કાળગ્રસ્ત ગાયો માટે રૂા. 10 લાખ એકત્ર કરાયા. આ પરંપરાગત ભક્તિમાં ગૌસેવાને જોડીને સનાતન ધર્મની ગૌ, ગંગા, ગાયત્રી પરંપરા જાળવવામાં આવી.
