અમદાવાદ: સુભાષ બ્રિજની બંને બાજુ નવા બ્રિજ બનશે, હયાત બ્રિજને રિપેર કરી મજબૂત બનાવાશે
અમદાવાદ: સુભાષ બ્રિજની બંને બાજુ નવા બ્રિજ બનશે, હયાત બ્રિજને રિપેર કરી મજબૂત બનાવાશે
Published on: 26th December, 2025

હાલમાં જ બંધ કરાયેલા અમદાવાદના સુભાષ બ્રિજને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આજે ઐતિહાસિક જાહેરાત કરાઈ છે. તંત્રએ મધ્યમ માર્ગ કાઢતા નિર્ણય લીધો છે કે, હયાત બ્રિજને તોડી પાડવાને બદલે તેને રીપેર કરીને મજબૂત કરવામાં આવશે અને તેની બંને બાજુ બે-બે લેનના નવા બ્રિજ બનાવીને રસ્તાને વધુ પહોળો કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વાહન ચાલકોને કુલ 36 મીટર પહોળો રસ્તો મળશે, જેનાથી ટ્રાફિકની સમસ્યા કાયમી ધોરણે ઉકેલી શકાય. કામગીરી માટે EPC મોડ હેઠળ સંયુક્ત ટેન્ડર મંગાવવાનું આયોજન છે. તે મુજબ સમગ્ર કામ માટે EPC ટેન્ડરની બેઝિક કોસ્ટ અંદાજિત રૂ. 250 કરોડ રખાઈ છે.