અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન અકસ્માતની વણઝાર
નવરાત્રિ દરમિયાન અમદાવાદમાં રિંગ રોડ અને હાઈવે પર બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અને ભયજનક રીતે પાર્ક કરાયેલા વાહનોને કારણે ગંભીર અકસ્માતો સર્જાયા છે. છેલ્લા બે દિવસમાં સનાથલ, ઓઢવ અને અસલાલી-કમોડ સર્કલ નજીક થયેલા ત્રણ અલગ-અલગ અકસ્માતોમાં કુલ 4 નિર્દોષ નાગરિકોના મોત થયા છે. પોલીસે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
