AMC કમિશનરનો આદેશ: પ્રદૂષણ ફેલાવતી સાઈટો સીલ કરાશે
અમદાવાદ શહેરમાં વધતા હવામાન પ્રદૂષણને નિયંત્રિત કરવા AMC કમિશનરે કડક પગલાં લીધા છે. પ્રદૂષણ ફેલાવતી બાંધકામ સાઈટો સીલ કરવાનો અને પાણીનો છંટકાવ કરવાનો આદેશ અપાયો છે. ટ્રાફિક સમસ્યા નિવારવા માટે શાકભાજીના ફેરિયાઓને રસ્તા પરથી હટાવીને ખાલી પ્લોટ ફાળવવા સૂચના અપાઈ છે. 100 દિવસમાં 100 પ્રોજેક્ટ પૂર્ણ કરવા પર ભાર મૂકાયો.
