ઐતિહાસિક ઘટના: પ્રથમ વખત 10 સિંહના ટોળાને રેલવે ટ્રેક પર જોતા ટ્રેન રોકાઈ
ઐતિહાસિક ઘટના: પ્રથમ વખત 10 સિંહના ટોળાને રેલવે ટ્રેક પર જોતા ટ્રેન રોકાઈ
Published on: 05th August, 2026

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સાવજોની મનમાની વધી રહી છે. તેઓ ગામની બજારમાં ઘુસી જાય છે અને હાઈવે પર વાહન વ્યવહાર અટકાવે છે. અત્યાર સુધી એકલ દોકલ સિંહો રેલવે ટ્રેક પર જોવા મળતા હતા, પરંતુ ધારી નજીક પ્રથમ વખત 10 સિંહના ટોળાને રેલવે ટ્રેક પર જોતા જૂનાગઢ-ચલાલા ટ્રેન રોકવી પડી. મોટાભાગના સિંહ બાળ હતા. લોક પાઇલોટે સમય સૂચકતા વાપરી ટ્રેન રોકી અને વન વિભાગે સિંહોને ટ્રેકથી દૂર કર્યા. ભાવનગર રેલ મંડળના અધિકારીઓએ લોક પાઇલોટની પ્રશંસા કરી. ચોમાસામાં કાદવ અને મચ્છરના ઉપદ્રવને કારણે સિંહો સ્વચ્છ અને ખુલ્લી જગ્યાઓ પસંદ કરી રહ્યા છે.