કેશોદમાં રાસ-ગરબાથી નવા વર્ષનું સ્વાગત: 31stની અનોખી ઉજવણી, ડિસ્કોને બદલે સંસ્કૃતિને મહત્વ અપાયું.
કેશોદમાં રાસ-ગરબાથી નવા વર્ષનું સ્વાગત: 31stની અનોખી ઉજવણી, ડિસ્કોને બદલે સંસ્કૃતિને મહત્વ અપાયું.
Published on: 01st January, 2026

કેશોદમાં 31st ડિસેમ્બરે ડિસ્કો પાર્ટીને બદલે રાસ-ગરબાથી નવા વર્ષની ઉજવણી કરાઈ. 'રમઝટ ગ્રુપ' દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઢોલના તાલે લોકો ગરબે ઘૂમ્યા. યુવા પેઢીને સનાતન સંસ્કૃતિ સાથે જોડવાના પ્રયાસ રૂપે આ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમનો હેતુ યુવાનોને WESTERN CULTUREથી દૂર સંસ્કૃતિ તરફ વાળવાનો હતો. સૌરાષ્ટ્રના લોકો ઉત્સાહથી જોડાયા અને સાબિત કર્યું કે યુવાનો પરંપરાને અપનાવવા તૈયાર છે. આગામી વર્ષોમાં મોટાપાયે આવા કાર્યક્રમો યોજાય તેવી આશા છે.