બોલિવૂડની 'અલ્ફા' સામે હોલિવૂડની 2018ની 'અલ્ફા' ખરેખર સાચી
બોલિવૂડની 'અલ્ફા' સામે હોલિવૂડની 2018ની 'અલ્ફા' ખરેખર સાચી
Published on: 10th July, 2026

બોલિવૂડમાં 'અલ્ફા' શબ્દનો ઉપયોગ માત્ર સ્વેગ અને હીરોગીરી પૂરતો સીમિત રહે છે, જ્યારે જીવવિજ્ઞાનમાં 'અલ્ફા' એટલે શક્તિશાળી, જવાબદાર અને અડગ જીવ. આલિયા ભટ્ટની નવી ફિલ્મ 'અલ્ફા' માત્ર દેખાવ પૂરતી મર્યાદિત છે. તેની સરખામણીમાં, હોલિવૂડની 2018ની ફિલ્મ 'અલ્ફા' 20,000 વર્ષ પહેલાંના હિમયુગની વાસ્તવિક અને પ્રેરણાદાયી વાર્તા કહે છે. એક આદિમાનવ અને વરુના સાચા 'અલ્ફા' બનવાની પ્રક્રિયા, સર્વાઇવલ અને એકબીજા પ્રત્યેના વિશ્વાસનું ચિત્રણ દર્શાવે છે.