દાહોદમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
દાહોદમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
Published on: 09th August, 2026

દાહોદમાં 9 ઓગષ્ટે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી થવાની છે. આદિવાસી સમાજ દ્વારા સાંસ્કૃતિક રેલીનું આયોજન કરાયું છે. નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજથી નીકળીને રેલી વિવિધ માર્ગો પર ફરી બિરસા મુંડા ચોક ખાતે ભેગી થશે. ત્યાંથી આદિજાતિ ભવન ખાતે પૂર્ણાહુતિ થશે. રેલીમાં પરંપરાગત વેશભૂષા, ઢોલ, ત્રાસા, વાજિંત્રો અને ટીમલી નૃત્ય જોવા મળશે. વિવિધ સંદેશાઓ આપતા ટેબલો, આદિવાસી સંસ્કૃતિ, શિક્ષણ, આરોગ્ય અને સિકલ સેલ રોગ વિશે જાગૃતિ ફેલાવશે.