AI ના જાદુથી 1980s ફેશનનો ક્રેઝ, નેતાઓ અને સેલિબ્રિટીના વિન્ટેજ ફોટા વાઈરલ
AI ના જાદુથી 1980s ફેશનનો ક્રેઝ, નેતાઓ અને સેલિબ્રિટીના વિન્ટેજ ફોટા વાઈરલ
Published on: 09th September, 2026

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર 'What would I look like in the 80s?' નામનો AI ફોટો ટ્રેન્ડ ધૂમ મચાવી રહ્યો છે. લોકો પોતાની હાલની તસવીર AI ટૂલમાં અપલોડ કરીને પોતાને 1980ના દાયકાની હેરસ્ટાઇલ, કપડાં, જ્વેલરી અને ફિલ્મી સ્ટાઇલમાં જોઈ રહ્યા છે. Promptgallery.ig જેવા પેજ પર અભિનેતા-અભિનેત્રીઓના 80s લુકવાળા ફોટા મૂક્યા બાદ આ ટ્રેન્ડ વધુ લોકપ્રિય બન્યો. સરળ પ્રોમ્પ્ટને કારણે યુઝર્સ ફક્ત 'What would I look like in the 80s?' લખીને પોતાની જૂની સ્ટાઇલના ફોટો બનાવી રહ્યા છે.