મહારાષ્ટ્રના હજારો શિક્ષકોનું મોટું આંદોલન, ૬૦ ટકા શાળાઓ બંધ
મહારાષ્ટ્રના હજારો શિક્ષકોનું મોટું આંદોલન, ૬૦ ટકા શાળાઓ બંધ
Published on: 10th July, 2026

મહારાષ્ટ્રમાં ચૂંટણી સંબંધિત બૂથ લેવલ ઓફિસર (બીએલઓ)ની ફરજ સહિત વધતા બિન-શૈક્ષણિક કામના વિરોધમાં રાજ્યભરના હજારો શિક્ષકોએ એક દિવસનું 'સ્કૂલ બંધ' આંદોલન કર્યું. પગાર કપાશે તેવી સરકારી ચિમકીને અવગણી, શિક્ષકો મુંબઈના આઝાદ મેદાન સહિત વિવિધ સ્થળોએ ઉમટી પડ્યા. શિક્ષક સંગઠનોના દાવા મુજબ, રાજ્યની ૬૦ ટકાથી વધુ શાળાઓ બંધ રહી. સરકાર ચૂંટણી, વસતી ગણતરી જેવા કામોમાં શિક્ષકોને વ્યસ્ત રાખી વિદ્યાર્થીઓના શિક્ષણનું નુકશાન કરે છે, પરંતુ એક દિવસના આંદોલનમાં તેમને નુકશાન દેખાય છે, તેવો પ્રશ્ન શિક્ષકોએ ઉઠાવ્યો. બીએલઓની ફરજમાંથી મુક્તિ, ટીઈટીમાં છૂટછાટ, અને જૂની પ્રમોશન નીતિ પુનઃસ્થાપિત કરવાની માંગ કરાઈ.