યુનિ.ના કોમ્પ્યુટરો માટે સોફટવેર લાઈસન્સ સત્તાધીશોએ રિન્યૂ ના કર્યું
યુનિ.ના કોમ્પ્યુટરો માટે સોફટવેર લાઈસન્સ સત્તાધીશોએ રિન્યૂ ના કર્યું
Published on: 05th June, 2026

વડોદરાની MS યુનિવર્સિટી સત્તાધીશોની સોફટવેરનું લાઈસન્સ રિન્યૂ કરવામાં આળસના કારણે હવે યુનિવર્સિટીની વહીવટી કામગીરી પર ગંભીર અસર પડે તેવી શક્યતા છે.મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટીમાં વસાવવામાં આવેલા કોમ્પ્યુટરો માટે માઈક્રોસોફટનું સોફટવેર પેકેજનું કેમ્પસ લાઈસન્સ એક વર્ષ પહેલા યુનિવર્સિટીને ફ્રીમાં મળ્યું હતું.સૂત્રોનું કહેવું છે કે, તેની એક વર્ષની સમય મર્યાદા પૂરી થયા બાદ આ પેકેજનું લાઈસન્સ લગભગ એક કરોડ રુપિયામાં ખરીદવાનું થાય છે.