લાડોલની ડી.એમ. પટેલ હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી: પોલીસ અધિકારી અને CRC સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
લાડોલની ડી.એમ. પટેલ હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી: પોલીસ અધિકારી અને CRC સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
Published on: 27th June, 2025

લાડોલની શ્રી ડી.એમ. પટેલ હાઈસ્કૂલમાં 27 જૂન, 2025ના રોજ શાળા પ્રવેશોત્સવની ઉજવણી થઈ. લાડોલ પોલીસ સ્ટેશનના PI સોલંકી અને CRC સંજયભાઈ મુખ્ય મહેમાન હતા. કાર્યક્રમમાં લાડોલ ગ્રામ સુધારણા મંડળના પ્રમુખ ભીખાભાઈ એસ. પટેલ, ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. લાડોલ સહકારી મંડળીના પ્રમુખ અને ડિરેક્ટર્સે પણ હાજરી આપી હતી. શાળા પરિવારે મહેમાનોનું સ્વાગત કર્યું અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું. આચાર્ય અશોકભાઈ પટેલે શૈક્ષણિક સહાય અને યોજનાઓ વિશે માહિતી આપી. અંતમાં, મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.