પોરબંદરની શાળાઓ પાસે સ્પીડ બ્રેકર, ઝેબ્રા ક્રોસિંગ અને સાઇન બોર્ડ નહીં
પોરબંદરની શાળાઓ પાસે સ્પીડ બ્રેકર, ઝેબ્રા ક્રોસિંગ અને સાઇન બોર્ડ નહીં
Published on: 28th July, 2026

પોરબંદરની એમ.કે. ગાંધી સ્કૂલ સહિત અનેક શાળાઓની સુરક્ષા માટે સ્પીડ બ્રેકર, ઝેબ્રા ક્રોસિંગ અને સ્કૂલ ઝોન સાઈન બોર્ડ લગાવવાની માંગણી હ્યુમન રાઈટ્સ એસોસિએશન દ્વારા કલેકટર, શિક્ષણાધિકારી અને મનપા સમક્ષ કરાઈ છે. કમલાબાગ વિસ્તારમાં આવેલી એમ.કે. ગાંધી સ્કૂલમાં 1500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને મુખ્ય માર્ગ પર હોવાથી ટ્રાફિક દરમિયાન બાળકોના ધસારા સમયે વાહનોની અતિશય ઝડપ ગંભીર અકસ્માતનું જોખમ ઊભું કરે છે. શહેરની અન્ય શાળાઓની પણ આવી જ સ્થિતિ છે.