પાટણ ડો. પંડયા અભ્યાસગૃહ શાળામાં સ્માર્ટ ક્લાસ નિર્માણ માટે ૧.૫૦ લાખનું દાન
પાટણ ડો. પંડયા અભ્યાસગૃહ શાળામાં સ્માર્ટ ક્લાસ નિર્માણ માટે ૧.૫૦ લાખનું દાન
Published on: 01st October, 2026

પાટણની સો વર્ષ પુર્ણ કરેલ ડો. પંડયા અભ્યાસગૃહ પ્રાથમિક શાળામાં સ્માર્ટ ક્લાસ બનાવવા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થી મહેશભાઈ રમણીકલાલ શાહે તેમના ધર્મપત્ની પરેશાબેન શાહના નામે દોઢ લાખ રૂપિયાનું દાન આપ્યું છે. આ રકમનો ઉપયોગ ધોરણ 5 ના વર્ગને સ્માર્ટ ક્લાસ બનાવવા માટે થશે. ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશન દ્વારા શાળાના બાળકોને બુટ-મોજા અને સ્વેટર વિતરણ તેમજ અમેરિકાથી મોતીભાઈ પટેલ દ્વારા નાસ્તો આપવાની જાહેરાત જેવા અન્ય યોગદાન પણ મળ્યા છે. ભવિષ્યમાં બાલમંદિર ભવન અને આકર્ષક ગેટ નિર્માણની યોજના છે.