ઉનાળુ વેકેશન બાદ રાજ્યભરની શાળાઓ આજથી શરૂ, શિક્ષકોએ તિલક કરી સ્વાગત કર્યું
ઉનાળુ વેકેશન બાદ રાજ્યભરની શાળાઓ આજથી શરૂ, શિક્ષકોએ તિલક કરી સ્વાગત કર્યું
Published on: 08th June, 2026

રાજ્યમાં લાંબુ ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં, આજથી અમદાવાદ સહિત તમામ શાળાઓ શરૂ થઈ છે. 35 દિવસની શાંતિ બાદ શાળા કેમ્પસ વિદ્યાર્થીઓના કિલ્લોલથી ગુંજી ઉઠ્યા. રાજ્યની અંદાજે 54000 શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષ 2026-27નો પ્રારંભ થયો છે. અંદાજે 1.15 કરોડ બાળકોનું પરંપરાગત રીતે સ્વાગત કરાયું. શિક્ષકોએ તિલક અને પુષ્પ આપી સ્નેહપૂર્વક આવકાર્યા. લાંબા વેકેશન બાદ મિત્રો અને શિક્ષકોને મળવાનો આનંદ બાળકોના ચહેરા પર સ્પષ્ટ હતો. મોટાભાગના વિદ્યાર્થીઓ હસતા મોઢે શાળામાં પ્રવેશ્યા, અને શૈક્ષણિક કાર્યનો વિધિવત પ્રારંભ થયો.