શાળા પ્રવેશોત્સવ 2025નો પ્રારંભ: ધ્રાંગધ્રાના ત્રણ ગામોમાં કલેકટરે બાળકોને પ્રવેશ આપ્યો, સુરેન્દ્રનગરમાં 6 હજારથી વધુ વિદ્યાર્થીઓને પરિવહન સુવિધા
Published on: 27th June, 2025
સુરેન્દ્રનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2025ની શરૂઆત થઈ. જીલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલે કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1માં નવા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો. વિદ્યાર્થીઓએ કન્યા કેળવણી પર વિચારો રજૂ કર્યા અને ખેલ મહાકુંભ, કલા મહાકુંભ તથા યોગા જેવી સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓનું સન્માન થયું. જિલ્લાની 101 શાળાઓના 6,126 વિદ્યાર્થીઓ શાળા પરિવહન યોજનાનો લાભ લઈ રહ્યા છે. નવી શિક્ષણ નીતિ-2020 અંતર્ગત વર્ષ 2030 સુધીમાં 100% નામાંકન અને ગુણવત્તાલક્ષી શિક્ષણનું ધ્યેય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શાળાઓમાં ભૌતિક સુવિધાઓ વધારાશે. શાળા પરિવહન યોજનાથી ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે.

Published at: June 27, 2025
Read More at દિવ્ય ભાસ્કર