શાળાઓ ખુલતા જ વાલીઓને ફટકો: સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં નોંધપાત્ર વધારો
શાળાઓ ખુલતા જ વાલીઓને ફટકો: સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં નોંધપાત્ર વધારો
Published on: 08th June, 2026

અમદાવાદમાં શાળાઓ શરૂ થતાં જ વાલીઓ પર આર્થિક બોજ વધ્યો છે. CNG ભાવમાં સતત વધારાને પગલે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને વાન અને સ્કૂલ રિક્ષાના ભાડામાં ધરખમ વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ, સ્કૂલ વાનના માસિક ભાડામાં ₹200 અને સ્કૂલ રિક્ષાના ભાડામાં ₹100 નો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 2 વર્ષથી ભાડામાં કોઈ વધારો થયો ન હતો, પરંતુ CNG ના ₹12 ના વધારા અને અન્ય ખર્ચાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ આ ભાવવધારો મધ્યમવર્ગીય પરિવારોના બજેટને અસર કરશે.