વડોદરાની MS. યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીની ડિઝાઈન ઈન્સ્ટિટયુટમાં ૫૦% બેઠકો ખાલી
વડોદરાની MS. યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીની ડિઝાઈન ઈન્સ્ટિટયુટમાં ૫૦% બેઠકો ખાલી
Published on: 10th August, 2026

એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટી સાથે સંલગ્ન એમઆરઆઈડી (મહારાજા રણજીતસિંહ ગાયકવાડ ઈન્સ્ટિટયુટ ઓફ ડિઝાઈન) માં આ વર્ષે ૫૦ ટકા બેઠકો ખાલી રહી છે. અહીં વિઝ્યુઅલ કોમ્યુનિકેશન, ક્રાફ્ટ એન્ડ ડિઝાઈન અને મૂવિંગ ઈમેજિસ એમ ત્રણ ડિગ્રી કોર્સ ચાલે છે, જેની કુલ ૭૦ બેઠકોમાંથી માત્ર ૩૫ ભરાઈ છે. ફેકલ્ટી સત્તાધીશો જીકાસ (GIAC) ની પ્રવેશ પ્રક્રિયાને બદલે યુનિવર્સિટી અને ફેકલ્ટી દ્વારા પ્રવેશ યોજવાની માગ કરી રહ્યા છે. ઓછા પગારને કારણે હંગામી અધ્યાપકોની પણ અછત રહે છે.