ગુજરાતમાં અંડર ગ્રેજ્યુએટ પ્રવેશ: 2.80 લાખ વિદ્યાર્થી નોંધાયા
ગુજરાતમાં અંડર ગ્રેજ્યુએટ પ્રવેશ: 2.80 લાખ વિદ્યાર્થી નોંધાયા
Published on: 29th May, 2026

ગુજરાત રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં અંડર ગ્રેજ્યુએટ (UG) કોર્સમાં પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડમાં 2.80 લાખ વિદ્યાર્થીઓએ ફાઇનલ ફોર્મ સબમિટ કર્યા છે. આ પ્રક્રિયા GIACAS પોર્ટલ મારફતે હાથ ધરવામાં આવી છે. સરકારી યુનિવર્સિટીઓમાં 2.50 લાખ અને ખાનગી યુનિવર્સિટીઓમાં 30 હજાર વિદ્યાર્થીઓએ ચોઈસ આપી છે. સૌથી વધુ ગુજરાત યુનિવર્સિટીમાં 72 હજાર વિદ્યાર્થી નોંધાયા છે. આજે, 28મી મેના રોજ, વિદ્યાર્થીઓને કોલેજ એલોટમેન્ટ થવાની શક્યતા છે.