પોરબંદરના રાણા બોરડી ગામમાં કરોડોનૉ ભ્રષ્ટાચાર
પોરબંદરના રાણા બોરડી ગામમાં કરોડોનૉ ભ્રષ્ટાચાર
Published on: 28th July, 2026

રાણા બોરડી ગામમાં મનરેગા, PM આવાસ યોજના, શૌચાલય, પશુ શેડ અને પૂર સંરક્ષણ દીવાલ સહિતના વિકાસ કામોમાં મોટા પાયે નાણાકીય ભ્રષ્ટાચારના ગંભીર આરોપો છે. રાષ્ટ્રપતિ કાર્યાલય અને PMOના આદેશ છતાં, પોરબંદર જિલ્લા પંચાયત અને DDO દ્વારા યોગ્ય તપાસ ન થતા ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો છે. હરીશ આર. રાવતે ઉચ્ચ સ્તરીય તપાસ અને SITની રચનાની માગ કરી છે. RTIમાં થયેલા ખુલાસા અને બોગસ કામો, સહીઓ તથા નાણાકીય ગેરરીતિઓની સાચી તપાસની જરૂર છે. ગુણવત્તા વગરની પૂર સંરક્ષણ દીવાલ બનાવી સરકારી નાણાંનો દુરુપયોગ કરાયો છે.