નેચર પાર્કમાં આરામ કરતા વાઘને પથ્થર મારી ઉશ્કેરનાર યુવક સામે પોલીસ ફરિયાદ થશે.
નેચર પાર્કમાં આરામ કરતા વાઘને પથ્થર મારી ઉશ્કેરનાર યુવક સામે પોલીસ ફરિયાદ થશે.
Published on: 08th June, 2026

સરથાણા નેચર પાર્કમાં એક મુલાકાતીએ આરામ કરી રહેલા વાઘ પર પથ્થરો ફેંકી તેને ઉશ્કેર્યો હતો. આ ઘટના પાર્કના CCTV કેમેરામાં કેદ થઈ છે. ફક્ત 6 સેકન્ડના આ વીડિયોમાં યુવક વાઘને જાણી જોઈને પથ્થર મારી ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરતો દેખાય છે. આશ્ચર્યજનક રીતે, અન્ય મુલાકાતીઓ ત્યાં હોવા છતાં કોઈએ તેને રોક્યો નહિ. નેચર પાર્કના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે CCTV ફૂટેજના આધારે યુવકને ઓળખી તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી સોમવારે શરૂ કરવામાં આવશે.