ફ્રાન્સમાં મોંઘવારીથી કંટાળેલા લોકોએ ઐતિહાસિક લિમોગેસ ટાઉન હોલને સળગાવ્યું
ફ્રાન્સમાં જીવન નિર્વાહના વધતા ખર્ચ અને મોંઘવારી સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. લિમોગેસ શહેરમાં 143 વર્ષ જૂના ઐતિહાસિક ટાઉન હોલને પ્રદર્શનકારીઓએ આગ લગાડી દીધી, જેના કારણે ભારે નુકસાન થયું છે. આ હિંસક અથડામણમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. દેશભરમાં થયેલા વિરોધ પ્રદર્શનોમાં હજારો લોકો જોડાયા હતા અને અનેક શહેરોમાં આગચંપી અને લૂંટફાટની ઘટનાઓ બની હતી.
