કેનેડાના વેનરાઈટ સૈન્ય બેઝ પર ભીષણ આગ
કેનેડાના અલ્બર્ટા પ્રાંતમાં વેનરાઈટ સૈન્ય બેઝ પર ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં અનેક સૈનિકોના મોત થયા છે અને અનેક જવાનો ગંભીર રીતે દાઝી ઈજાગ્રસ્ત થયા છે. ભારે પવનને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. કેનેડાના PM માર્ક કાર્ની અને સંરક્ષણ મંત્રી ડેવિડ મેકગિન્ટીએ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. આગના કારણોની તપાસ ચાલી રહી છે.
