અમેરિકાનો રશિયન ડીઝલની આયાત પર યુ-ટર્ન અને 'ફ્રીડમ ફ્યૂઅલ'નો નવો દાવો
અમેરિકાએ રશિયા પાસેથી ઊર્જા આયાત પર પ્રતિબંધ મૂકતા કાયદામાં અચાનક યુ-ટર્ન લીધો છે. ચૂંટણી નજીક આવતા ડીઝલના ભાવ વધતા, રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયન ડીઝલની આયાતને મંજૂરી આપી. જ્યારે ભારત રશિયન ક્રૂડ ખરીદે ત્યારે તેને નૈતિક પતન ગણાવનાર અમેરિકા, પોતાના સ્વાર્થ માટે આ જ ડીઝલને 'ફ્રીડમ ફ્યૂઅલ' ગણાવી રહ્યું છે. આ ઘટનાક્રમ આંતરરાષ્ટ્રીય રાજકારણના દંભને ઉજાગર કરે છે.
