H-1B વિઝા માટે લઘુતમ પગાર $140,000
અમેરિકામાં H-1B વિઝા માટે લઘુતમ વાર્ષિક પગારની મર્યાદા વધારીને $140,000 (આશરે 1.32 કરોડ રૂપિયા) કરવાની દરખાસ્ત રજૂ કરાઈ છે. રિપબ્લિકન નેતાઓ ગ્લેન ગ્રોથમેન અને જ્હોન હસ્ટેડ દ્વારા પ્રસ્તુત આ 'પ્રોટેક્ટિંગ અમેરિકન વર્કર્સ થ્રુ H-1B મોડર્નાઇઝેશન એક્ટ'નો હેતુ અમેરિકન કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવાનો છે. હાલની 60,000 ડોલરની મર્યાદા 1998થી યથાવત છે. આ ફેરફાર ભારતીય IT વ્યાવસાયિકો માટે નોકરી મેળવવાનું મુશ્કેલ બનાવી શકે છે.
