દમણના રાજીવ ગાંધી સેતુ પર બેફામ વાહનવ્યવહારથી અકસ્માતનો ભય
દમણના રાજીવ ગાંધી સેતુ પર બેફામ વાહનવ્યવહારથી અકસ્માતનો ભય
Published on: 11th October, 2026

દમણમાં નાની અને મોટી દમણને જોડતો રાજીવ ગાંધી સેતુ હાલ અકસ્માત ઝોન બની ગયો છે. 40 કિમી/કલાકની નિર્ધારિત ઝડપ મર્યાદા હોવા છતાં, વાહનચાલકો બેફામ ગતિએ અને જોખમી રીતે ઓવરટેક કરી રહ્યા છે, જેના કારણે નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે નશામાં ધૂત વાહનચાલકો સમસ્યા વધુ વકરાવે છે. સેતુ પર સીસીટીવી કેમેરા હોવા છતાં પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં રોષ છે. મોટી દમણમાં શાળાઓ આવેલી હોવાથી બાળકોની સુરક્ષા સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. લોકો સીસીટીવી ફૂટેજના આધારે દંડ અને 'ડ્રંક એન્ડ ડ્રાઇવ' ઝુંબેશની માંગ કરી રહ્યા છે.