વડોદરાના સાઠોદ પાસે અજાણી કારની ટક્કરથી બાઇક સવાર યુવાનનું મોત
વડોદરાના સાઠોદ પાસે અજાણી કારની ટક્કરથી બાઇક સવાર યુવાનનું મોત
Published on: 11th October, 2026

વડોદરા નજીક ડભોઇના સાઠોદ ગામ પાસે કાર અને બાઇકની ટક્કરમાં 30 વર્ષીય સાજીદ હુસેન સિંધીનું ઘટનાસ્થળે જ મોત થયું. સિંધિયાપુરા ગામનો રહેવાસી સાજીદ પોતાની બાઇક પર ડભોઇથી સેગવા જઈ રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી અજાણી કારે તેને ટક્કર મારી. અકસ્માત બાદ કારચાલક ફરાર થઈ ગયો. ઘટનાસ્થળે પહોંચેલા ઉમા હોસ્પિટલના તબીબોએ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ડભોઇ ખસેડ્યો, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ તેનું મોત થયું. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો અને પરિવારજનોને જાણ કરી. આ ઘટનાથી સિંધિયાપુરા ગામ અને પરિવારમાં શોક છવાયો છે.