વડોદરા કોર્પોરેશન દ્વારા લાલબાગ, સયાજીપુરા અને ચાર દરવાજા વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ
વડોદરા કોર્પોરેશન દ્વારા લાલબાગ, સયાજીપુરા અને ચાર દરવાજા વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ
Published on: 13th October, 2026

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી તેજ કરાઈ છે. લાલબાગ બ્રિજ નીચેથી અવધૂત ફાટક સુધીના દબાણો દૂર કરાયા બાદ શ્રમિકોએ ફરી ઝૂંપડાં ઊભાં કરતાં કામગીરી હાથ ધરાઈ. ટીપી-45 હરણી-સયાજીપુરામાં 30 મીટરનો રસ્તો ખુલ્લો કરવા દબાણો હટાવી કામગીરી પૂર્ણ કરાઈ. ચાર દરવાજા વિસ્તારમાં પણ લારી-ગલ્લા અને પથારા હટાવી સામાન જપ્ત કરાયો.