વડોદરામાં બસના દરવાજામાં 7 વર્ષના બાળકનું મોત
વડોદરામાં બસના દરવાજામાં 7 વર્ષના બાળકનું મોત
Published on: 20th August, 2026

વડોદરાના તરસાલી બાયપાસ નજીક એક કારખાનામાં ઊભી રહેલી લક્ઝરી બસના ઓટોમેટિક દરવાજામાં 7 વર્ષીય બાળકનું ગળું ફસાઈ જતાં દુઃખદ મોત નીપજ્યું. પ્રસાદ લેવા નીકળેલ બાળક રહસ્યમય સંજોગોમાં ભોગ બનતાં પરિવારમાં શોક છવાયો છે. ઘટના સમયના 15 મિનિટના CCTV ફૂટેજ ગાયબ હોવાથી અનેક શંકાઓ ઊભી થઈ છે. કપુરાઈ પોલીસે ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. વીજળી ગુલ થવાનું કારણ અપાઈ રહ્યું છે, પણ મહત્વના ફૂટેજ ન હોવાથી ઘટના પર રહસ્ય ઘેરાયું છે.