સુરતમાં ન્યુઝીલેન્ડ મોકલવાના બહાને 42 લાખ પડાવનાર ભેજાબાજની ઉત્રાણ પોલીસે ધરપકડ કરી.
સુરતમાં ન્યુઝીલેન્ડ મોકલવાના બહાને 42 લાખ પડાવનાર ભેજાબાજની ઉત્રાણ પોલીસે ધરપકડ કરી.
Published on: 17th March, 2026

સુરતમાં વિદેશ જવાના સપના દેખાડીને છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ થયો છે. ઉત્રાણ પોલીસે રાધિક ધામેલીયા નામના આરોપીની ધરપકડ કરી છે, જેણે ન્યુઝીલેન્ડમાં વર્ક પરમિટના બહાને એક વ્યક્તિ પાસેથી 42 લાખ રૂપિયા પડાવ્યા હતા. આરોપીએ આકર્ષક પગારવાળી નોકરી અને વિઝાનું પ્રોમિસ આપ્યું હતું, પરંતુ લાંબા સમય સુધી વિઝા ન મળતા ભોગ બનનારને છેતરપિંડીનો અહેસાસ થયો. પોલીસે બાતમીના આધારે આરોપીને પકડીને ગાંધીનગર CID ક્રાઈમને સોંપ્યો છે.