અમરેલીના નાના ભંડારીયા ગામમાં એક જ રાત્રે 4 મકાનોમાં ચોરી
અમરેલીના નાના ભંડારીયા ગામમાં એક જ રાત્રે 4 મકાનોમાં ચોરી
Published on: 28th July, 2026

અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામમાં અજાણ્યા તસ્કરોએ એક જ રાત્રે ચાર મકાનોને નિશાન બનાવ્યા છે. ચોરોએ મકાનોના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો અને ઘરવખરી વેરવિખેર કરી નાખી. એક બંગલામાંથી 10 અને 20 રૂપિયાની નવી નોટોના બંડલ મળી કુલ અંદાજે ₹25,000 રોકડા ચોરી કરીને ફરાર થઈ ગયા. આ બનાવને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ છે. પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ હાથ ધરી છે.