સુરેન્દ્રનગર ST ડેપોમાં વિદ્યાર્થિનીઓની મશ્કરી
સુરેન્દ્રનગર ST ડેપોમાં વિદ્યાર્થિનીઓની મશ્કરી
Published on: 15th August, 2026

સુરેન્દ્રનગર એસટી ડેપોમાં બે આવારા તત્વો દ્વારા વિદ્યાર્થિનીઓની મશ્કરી થતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેના કારણે ડેપોમાં હોબાળો મચ્યો હતો. આ ઘટના બાદ ડેપો તંત્ર દ્વારા પોલીસ પેટ્રોલિંગ વધારવા અને પોલીસ સ્ટાફ ફાળવવા સહિતની રજૂઆત બી-ડિવીઝન પોલીસને કરવામાં આવી છે. ડેપો મેનેજર ડી.વી.ચૌધરીએ જણાવ્યું કે, આવારા તત્વોના ત્રાસને કારણે આવી ઘટનાઓ બની શકે છે. મશ્કરી કરનાર એક શખસ ભાગી ગયો હતો, જ્યારે બીજાની ઓળખ થઈ હતી.