ગોરવામાં ઘરફોડ ચોરીના બે આરોપી ઝડપાયા
ગોરવામાં ઘરફોડ ચોરીના બે આરોપી ઝડપાયા
Published on: 27th September, 2026

વડોદરાના ગોરવા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલીને બે શાતિર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ પાસેથી 1.62 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ તપાસ દરમિયાન CCTV ફૂટેજ, ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી આરોપીઓની ઓળખ થઈ હતી. આ બંને આરોપીઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. પોલીસે તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા કબજે કર્યા છે.