ગોંડલ નજીકથી રૂા. 1.51 કરોડનો અંગ્રેજી દારૂ ભરેલો ટ્રક પકડાયો
ગોંડલ નજીકથી રૂા. 1.51 કરોડનો અંગ્રેજી દારૂ ભરેલો ટ્રક પકડાયો
Published on: 08th June, 2026

છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનના સપ્લાયરો દ્વારા ગુજરાતમાં લાખો-કરોડોનો દારૂ સપ્લાય કરવામાં આવી રહ્યો છે. દારૂનો આટલો જંગી જથ્થો ગુજરાતની ચેકપોસ્ટ પસાર કરી કઈ રીતે ઘુસી જાય છે તેનો કોઈની પાસે જવાબ નથી. હરિયાણાથી ઘુસાડાયેલો રૂા.૧.પ૧ કરોડનો અંગ્રેજી દારૂ એસએમસીએ ગોંડલ નજીકથી ઝડપી લઈ ટ્રક ચાલકની ધરપકડ કરી છે. જોકે કયા બુટલેગરે આ દારૂનો જથ્થો મંગાવ્યો હતો તે વિશે SMCને કોઈ માહિતી મળી નથી.