વડોદરાના આજવા રોડ ગેસ પંપ પર મારામારી
વડોદરાના આજવા રોડ પર આવેલા ગેસ પંપ પર રીક્ષામાં ગેસ ભરવા બાબતે ફીલર અને રીક્ષાચાલક વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા પોલીસે પાંચ સામે ગુનો નોંધ્યો છે. રીક્ષાચાલકના પુત્રને માથામાં ઈજા થઈ હતી, જ્યારે ફીલર અને અન્ય એક વ્યક્તિને પણ માર મારવામાં આવ્યો હતો. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
