સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી
હવામાન વિભાગે 18-19 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદની આગાહી કરી છે. આ આગાહીને પગલે નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓની ચિંતા વધી છે. 18 ઓક્ટોબરે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નર્મદા, છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 19 ઓક્ટોબરે અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ માવઠું પડી શકે છે. ગત 17 ઓક્ટોબરે દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
