અમદાવાદમાં ડ્રેનેજ યોજનાને મંજૂરી, પણ પાણી નિકાલની ક્ષમતા પર પ્રશ્નાર્થ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કઠવાડા અને ટેબલીપરા વિસ્તારમાં નવા ડ્રેનેજ નેટવર્ક માટે ₹42.47 કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ ગટરના પાણીનો નિકાલ ઓઢવ વેપારી મહામંડળ પાસેથી પસાર થતી મુખ્ય ગટરલાઇનમાં કરવાનું આયોજન છે. જોકે, આ લાઇન અને વિંઝોલ તથા પીરાણા STP પર પહેલેથી જ ક્ષમતા કરતાં વધુ ભાર હોવાથી નવી લાઇન કાર્યરત થયા બાદ પાણીના નિકાલની અસરકારકતા સામે પ્રશ્નો ઊભા થયા છે.
