છોટા ઉદેપુર તાલુકા પંચાયત ચૂંટણી વિવાદ
છોટા ઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં AAPના ત્રણ સભ્યોના 'અપહરણ'નો ગંભીર આરોપ લાગ્યો છે. આ ઘટના બાદ AAPએ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. વિકાસ કમિશનરે આ મામલે તમામ 26 સભ્યો અને તાલુકા વિકાસ અધિકારી (TDO)ને ગાંધીનગર ખાતે સુનાવણી માટે બોલાવ્યા છે, જ્યાં ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.
