પાટણના સંખારી ગામમાં વીજ થાંભલા પર ચઢી યુવકનું મોત
પાટણના સંખારી ગામમાં વીજ થાંભલા પર ચઢી યુવકનું મોત
Published on: 09th October, 2026

પાટણ તાલુકાના સંખારી ગામમાં 45 વર્ષીય શાંતિજી કુરાજી ઠાકોર અગમ્ય કારણોસર વીજ થાંભલા પર ચઢી ગયા હતા. હાઈટેન્શન વાયરના સંપર્કમાં આવતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતકના ભાઈએ રણુજ પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધાવ્યો છે. ફાયર વિભાગની ટીમે વીજ પુરવઠો સંપૂર્ણ બંધ કરાવી, જરૂરી સાધનોની મદદથી રાત્રે 2 વાગ્યે મૃતદેહ નીચે ઉતાર્યો હતો. આ કામગીરી જોખમી હોવા છતાં, વીજ પ્રવાહ ફરી શરૂ થાય તે પહેલાં પૂર્ણ કરવામાં આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યો.