અમદાવાદનો કર્ણાવતી-YMCA રોડ નવરાત્રી પહેલાં ખુલશે
અમદાવાદનો કર્ણાવતી-YMCA રોડ નવરાત્રી પહેલાં ખુલશે
Published on: 09th October, 2026

અમદાવાદમાં નવરાત્રીના તહેવાર પહેલાં કર્ણાવતી ક્લબ સર્કલથી YMCA સુધીનો દોઢ કિલોમીટર લાંબો રોડ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાશે. છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા કામને કારણે બંધ આ માર્ગ દિવાળી સુધીમાં ખુલવાનો હતો, પરંતુ તંત્રએ કામગીરી ઝડપથી પૂર્ણ કરીને નવરાત્રી પહેલાં જ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ માર્ગ પરથી દરરોજ દોઢથી બે લાખ વાહનો પસાર થાય છે, જેના કારણે વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી મોટી રાહત મળશે. નવરાત્રી દરમિયાન ટ્રાફિક નિયમન માટે 2 હજાર જવાનો તૈનાત રહેશે.